Posts

Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
 Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રીમતી માલાબેન થોરાટને

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Image
Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

Gandevi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ.

Image
                                               Gandrvi: છાપર પ્રાથમિક શાળા તા.-ગણદેવી, જિ.-નવસારીની શાળા પ્રવેશ મેળવવા બાબતે આગવી પહેલ. સરકારી શાળામાં બાળકોના નામાંકનમાં વધારો થાય એ હેતુસર નવસારી જિલ્લા તા.ગણદેવીની છાપર પ્રાથમિક શાળાએ શાળામાં થતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓનાં ફોટા સહિતની જાહેરાતનાં બેનર બનાવી સોશ્યલ મીડિયામાં મુકવામાં આવ્યા છે.  જેમાં બાલવાટિકા અને ધોરણ -૮ માં પ્રવેશ મેળવવા માટે કયા કયા દસ્તાવેજો રજૂ કરવા બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા ઉંમર બાબતે ૩૧-૦૫-૨ ૦૧૯નાં રોજ ૫ વર્ષ પૂરાં કરેલ હોવા બાબતે જણાવવામાં આવ્યું છે. હાલ સરકારશ્રી દ્વારા તમામ સરકારી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ બોર્ડ,સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પુટર રૂમ, ઈન્ટરનેટની સુવિધા, લાઇબ્રેરીની સુવિધા, જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો.

Image
vansda news :વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ વાંસદા તાલુકાના મહુવાસ ગામે સત્ય સાંઈ નર્સિંગ કોલેજ ખાતે પહેલી વખત મતદાન કરનાર મતદાતાઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સુત્રો અને બેનરો હાથમાં રાખી મતદાનના ગરબા ગાયા. #Election2024 #ElectionAwareness #IVote4Sure pic.twitter.com/X9k4v7oDmQ — Collector & DM Navsari (@CollectorNav) April 20, 2024

Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે ફ્લેગમાર્ચ યોજાઈ.

Image
                                                           Khergam news : ખેરગામ ખાતે પોલીસ જવાનોની શ્રીરામનવમી તહેવાર સંદર્ભે  ફ્લેગમાર્ચ યોજાઈ. તારીખ : ૧૬-૦૪-૨૦૨૪નાં દિને નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું. નવસારી જીલ્લાના ખેરગામ પોલીસ વિસ્તારમાં શ્રીરામનવમી તહેવાર સંદર્ભે શોભાયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરવામાં આવેલ  @GujaratPolice   @ADGP_Surat   pic.twitter.com/T0ImXnwK6a — SP NAVSARI (@SP_Navsari)  April 16, 2024

ખેરગામના મિલન પટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

Image
    ખેરગામના મિલન પટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બની માતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
                                                                                                      Khergam news : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો. તારીખ:૧૨-૦૪-૨૦૨૪ નાં દિને ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ -8 નો વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં શાળાનાં બાળકો, શિક્ષકો અને ધોરણ -૮ નાં બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતાં. કેટલાક બાળકો ધોરણ ૧માં અને ધોરણ -૬ માં દાખલ  થઈ ધોરણ ૮ સુધી આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ બાળકોની યાદો આ શાળા સાથે જોડાયેલા રહેશે.કાર્યક્રમ ના અંતે ધોરણ 7 ની બાળાઓ દ્વારા વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું.       ત્યારબાદ ધોરણ 8 ની બાળાઓએ પોતાના સંસ્મરણો પોતાની મૌલિક શૈલીમાં રજૂ કરી સંપૂર્ણ વાતાવરણ ભાવુક બનાવ્યું જે શાળા પરિવારની એકબીજા સાથેની આત્મીયતા દર્શાવે છે. પ્રથમ ધોરણ -૮ નાં વર્ગ શિક્ષક શ્રીમતી પ્રિયંકા દેસાઈએ તમામ બાળકો ભવિષ્યમાં ભણીગણીને આગળ વધે તેવા પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. જ્યારે વૈશાલીબેન પટેલ ભાવુક થઈ ગળગળા અવાજે બાળકોના ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.  શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પ

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.

Image
                                      Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ. ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"  તારીખ :૦૮-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારીમાં મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.