Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો :

Image
 Dang|Ahwa|Vaghai|Subir|Saputara: ડાંગ જિલ્લાની કલમખેત પ્રાથમિક શાળાની શિક્ષિકા માલાકુમારી થોરાટને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ એનાયત કરાયો : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા. ૭: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કલમખેત પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ - ૨૦૨૦ મુજબ તેમના વર્ગ શિક્ષણ કાર્યમાં રમકડાનો ઉપયોગ કરી, નવતર અભિગમ અપનાવ્યો છે. આ પ્રયોગ થકી તેમણે શાળાના બાળકોને વિષય શિક્ષણ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.  ધોરણ ૧ અને ૨ ના બાળકોને વિષય વસ્તુ અનુરૂપ રમકડાના માધ્યમથી અધ્યયન નિષ્પતિઓને સરળતાથી કેવી રીતે શીખવી શકાય એનું એક નવતર કાર્ય આ શિક્ષિકાના વર્ગખંડમાં જોવા મળે છે.  શ્રીમતી માલાબેન ધનજીભાઈ થોરાટે શિક્ષણ કાર્યમાં રમકડાના ઉપયોગ અંગેનો પ્રોજેક્ટ તાલુકા અને જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેર અને રાજ્ય કક્ષાએ યોજાયેલ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં રજૂ કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે નમૂનારૂપ પ્રદર્શન કર્યું હતું. જેની નોંધ લઈ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ થી  સન્માનિત કરવામાં આવ્યા હતાં. ડાંગ જિલ્લાની શિક્ષિકા શ્રી...

ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.

 ચીમનપાડા પ્રાથમિક શાળાનું ગૌરવ : NMMS પરીક્ષામાં પાંચ વિધાર્થીઓએ બાજી મારી.


વર્ષ 2023-2024માં લેવાયેલ NMMSની પરીક્ષામાં ખેરગામ તાલુકાની ચીમનપાડા પ્રાથમિક શાળાના પાંચ વિધાર્થીઓએ બાજી મારી હતી. જેમાં ક્રિષ્ના પી.ગાંવિત 146 ગુણ,  ભાર્ગવી પટેલ 131 ગુણ, મહેક પટેલ 128 ગુણ, ફ્રેની પટેલ 121 ગુણ, અને રિયા પટેલે 120 ગુણ મેળવ્યા છે. શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈએ બાળકોની સફળતા માટે શાળાનાં શિક્ષકોની મહેનતને યશ આપ્યો હતો.  દર વર્ષે આ શાળામાંથી  ઓછામાં ઓછાં  બે કે તેથી વધુ  વિદ્યાર્થીઓ nmms પરીક્ષામાં પાસ થઈ  મેરીટમાં સ્થાન પામે છે. 

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઈ પટેલ ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, આચાર્યશ્રી ધર્મેશભાઈ સહિત શાળા પરિવાર, એસ.એમ.સી.નાં સભ્યો અને ગ્રામજનો તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Comments